હળવદ તાલુકાના અજિતગઢ ગામની સીમમાં આવેલ વાડીએ ઇલેક્ટ્રિક ટી.સી.ના સંપર્કમાં આવતા ૨૦ વર્ષની પરિણીતાનું મોત નિપજ્યું હતું. હાલ હળવદ પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ પોલીસ સ્ટેશન હદમાં આવેલ અજિતગઢ ગામની સીમમાં બનેલી દુઃખદ ઘટના અંગે સામંતભાઇ ઉર્ફે અશ્વીનભાઇ ગમીરભાઇ ચૌહાણ દ્વારા જાહેર કર્યું હતું કે તેઓ તેમની પત્ની કિર્તીદાબેન ઉવ.૨૦ રહે.હાલ રજનીભાઇ પ્રેમજીભાઇ પટેલની વાડી મૂળરહે. દાહોદ જીલ્લાના લીમડીમેધરી ગામ વાળા ગઇકાલ તા.૨૨/૧૧ ના બપોરે વાડીની નજીક આવેલા ઇલેક્ટ્રિક ટી.સી. પાસે કામ દરમ્યાન અકસ્માતે વિજશોક લાગતાં બેભાન થઈ પડ્યા હતા. જેથી તુરંત કિર્તીદાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ સ્થળ પર પહોંચી અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









