માળીયા મીયાણાથી જામનગર હાઇવે પરના રેલવે ફાટક પર બાળકોની ટોળકી પસાર થવા વાહનોમાં રોડ પર ઊભા રહીને ભિક્ષાવૃતી કરે છે તેવી બાતમીના આધારે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ વિભાગના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે રહી ભીક્ષાવૃતી ડ્રાઇવ યોજી ચાર બાળકોને ભિક્ષાવૃત્તી કરતાનું સામે આવતા વાલીની અટકાયત કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા હતા….
મોરબી જિલ્લાનાં માળિયા તાલુકા ખાતે માળીયા (મીંયાણા) તરફ જતા જામનગર હાઈવે પરના રેલ્વે ફાટક પર બાળકોની ટોળકી પાસેથી પસાર થતા વાહનોમાં રોડ ઉપર ઉભા રહી ભિક્ષાવૃતિ કરાવાતી હોવાની બાતમી મળી હતી. જે બાતમી મળતા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ વિભાગના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ સાથે રહી ભિક્ષાવૃતિ અંગે ડ્રાઈવ કરવામાં આવી હતી. જે ડ્રાઈવ દરમિયાન એક જ પરિવારના ૦૪ બાળકો ભિક્ષાવૃતિ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે વાલીની અટકાયત કરી આગળની કાર્યવાહી અર્થે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આપવામાં આવ્યા હતા. તેમજ બાળ કિશોર (કેર એન્ડ પ્રોટેક્શન) ન્યાય અધિનિયમ ૨૦૧૫ તેમજ ભિક્ષાવૃતિ અધિનિયમ ૧૯૫૯ મુજબ ભિક્ષા માંગવી કે મંગાવવી એ ગુનો બનતો હોય જેથી ભિક્ષાવૃતિ ન કરવા કે ન કરાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાએ જણાવ્યું છે….