મોરબીમાં બાઇક ચોરાઇ હોય તેવા ઘણા કેસમાં ભેદ ઉકેલાવાની આશા જાગી છે. મોરબી એ ડિવિઝન પોલીસે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી 14 બાઇક ચોરનારા ચતુર ભોજવીયા નામના રીઢા બાઇક ચોરને પકડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.એસ.ગાસ્વામીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઇ. એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચનાં આપેલ હોય તે મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ મોરબીમાં મિલ્કત સબંધી બનાવો અટકાવવા પેટ્રોલીંગમા હોય દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે ખાનગી હકિકત મળેલ કે, એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમા મોરબી શહેરમા આંટા મારે છે. જે ઇસમ હાલમા મોરબી મકરાણીવાસથી આગળ નદીના કાંઠે રામઘાટ પાસે હોવાની હકિકત મળતા સ્થળ પર વોચ ગોઠવી ચતુરભાઇ કુકાભાઇ ભોજવીયા (રહે.હાલ નવી પીપળી ગામ વૃંદાવન સોસાયટી તા.જી.મોરબી મુળ રહે,નારીચાણા ગામ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર) ઈસમ મોટર સાઇકલ સાથે મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા સાથેના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણાએ પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનુ જણાતા આરોપીને હસ્તગત કરી વધુ પુછપરછ કરતા મજકુર ઇસમના નવી પીપળી ગામ વ્રુદાવન સોસાયટી વાળા ઘરેથી નંબર પ્લેટ વગરના અન્ય છ ચોરીના મોટર સાયકલો મળી આવતા કબ્જે કરેલ છે. તેમજ મજકુર આરોપીએ મોરબી શહેર વિસ્તારમાથી ચોરી કરી આર.સી બુક થોડા દિવસમા આપી દવ તેવા બહાના કરી સાહેદોને વેચાણથી આપેલ ૬ મોટર સાયકલો રજુ કરતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.