Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં શોભેશ્વર રોડના નાકા પાસેથી મોટરસાઈકલ ચોરનાર રીઢો બાઈકચોર ઝડપાયો:અન્ય ચાર બાઇકચોરીના...

મોરબીનાં શોભેશ્વર રોડના નાકા પાસેથી મોટરસાઈકલ ચોરનાર રીઢો બાઈકચોર ઝડપાયો:અન્ય ચાર બાઇકચોરીના ભેદ ઉકેલાયા

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચના અન્વયે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા ચોરીના પાંચ મોટરસાઈકલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ શોભેશ્વર રોડના નાકા પાસે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન એક સવારીમા શંકાસ્પદ મોટરસાઈકલ નીકળતા તેનાં ચાલકને રોકી ઇસમ પાસે મોટરસાઈકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોલીસ કર્મીએ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા આ મોટરસાઈકલના એંજીન તથા ચેચીસ નંબર સર્ચ કરી જોતા મોટરસાઈકલના રજીસ્ટર નંબર GJ.03.EH.5007 હોવાનું તથા મોટરસાઇકલના માલીક મહેન્દ્રસિંહ જામભા ઝાલા (રહે-પીપળી તા.જી.મોરબી) હોવાનું જણાઇ આવતા મોટરસાઈકલ બાબતે ખાત્રી કરતા મોરબી સીટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપી શક્તિભાઇ સુખાભાઇ વીંછીયા (રહે- ગામ કુડા તા.ધ્રાગધ્રા જી.સુરેંદ્રનગર)ની સઘન પુછપરછ કરતા તેણે આ મોટરસાઈકલ મોરબીમા આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. તેમજ અન્ય ચાર જેટલા મોટરસાઈકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા ચાર મોટરસાઈકલ પણ કબ્જે કરી આરોપી શક્તિભાઇ સુખાભાઇ વીંછીયા (રહે- ગામ કુડા તા.ધ્રાગધ્રા જી.સુરેંદ્રનગર) વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ.ગઢવી, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ ડાંગર તથા ભરતભાઇ ખાંભરા, તથા રાજેશભાઈ ડાંગર તથા વિજયભાઇ ચાવડા તથા કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા તથા બ્રીજેશભાઇ બોરીચા તથા અજયસિંહ રાણા તથા રમેશભાઇ રાઠોડ તથા દશરથસિંહ મસાણી તથા સંજયભાઇ લકુમ તથા સુખદેવભાઇ ગઢવી તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!