Sunday, September 29, 2024
HomeGujaratમોરબી સુરેન્દ્રનગરમાં તરખાટ મચાવનાર રીઢો ચોર ઝડપાયો

મોરબી સુરેન્દ્રનગરમાં તરખાટ મચાવનાર રીઢો ચોર ઝડપાયો

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચના અન્વયે તેમજ મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રીપાઠીની સુચના મુજબ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરી તથા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ધાડ સહીત 8 ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તથા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ધાડના ગુનામાં પકડવાનો બાકી આરોપી રાહુલભાઇ પેથાભાઇ સરવૈયા (રહે. ચાર માળીયા સુરેન્દ્રનગર) હ્યુમન સોર્સીસના આધારે આરોપી હાલે મોરબી ત્રાજપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પંપની પાછળ હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને હકીકત મળતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ દ્વારા આરોપીને મોરબી ત્રાજપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પંપની પાછળથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!