મોરબી સીટી એ-ડીવીજન પોલીસે બાતમીના આધારે રવાપર રોડ ધુનડા ચોકડી ખાતેથી એક અઠંગ ચોરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ચોર અગાઉ અલગ-અલગ 10 ગુન્હાઓમાં પોલીસ ચોપડે પોતાનું નામ નોંધાવી ચુક્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઇ. એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાગરભાઈ જાગાભાઈ ગોલતર (રહે. ઓટાળા તા.ટંકારા) નામના આરોપીને રવાપર રોડ ધુનડા ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી હેન્ડલ લોક માર્યાવગરનુ મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરીના ગુન્હાને અંજામ આપતો હતો. તેમજ આરોપી અગાઉ 7 વખત ચોરીના ગુન્હામાં તેમજ ત્રણ વખત દારૂની હેરાફેરીના ગુન્હામાં પોતાનું નામ પોલીસ ચોપડે નોંધાવી ચૂકેલ છે.