મોરબીમાં વાહન ચોરીના છાસવારે બનતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ એકશન મોડમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે રીઢા વાહન ચોર ઇસમને શહેરના મકરાણીવાસ વાસ નજીકથી ચોરીના બાઇક સાથે પકડી લેવામાં આવ્યો હતો, ત્યારે પકડાયેલ આરોપીએ અન્ય એક ચોરી કરેલ બાઇકની કબુલાત આપી હતી, જેથી પોલીસે બીજા બાઇકને હસ્તગત કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી અલીઅસગર ઓસમાણભાઇ હુશેનભાઇ શેખ ઉવ.રર રહે.વાંકાનેર રેલ્વે સ્ટેશન પાણીના પરબપાસે ઝુપડામાં મુળરહે.અંજાર શેખ ટીંબો જી.પુર્વકચ્છ વાળો રીઢો વાહનચોર આરોપી બાઇક નં. જીજે-૩૬-એએ-૩૯૩૭ સાથે મકરાણીવાસ નદીના કાંઠે રોડ ઉપરથી મળી આવતા મોટરસાયકલ અંગેના કાગળો માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતા ઉપરોક્ત મોટરસાયકલ મોરબી સીટી એ ડિવિઝનમાં ચોરીની ફરિયાદ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા ઉપરોક્ત આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પોલીસે પકડાયેલ આરોપી અલીઅસગર શેખની સઘન પૂછતાછ કરતા આરોપીએ આ સિવાય પંદરેક દિવસ પહેલા સુપરમાર્કેટ રંગોલી આઇસ્ક્રીમ પાસેથી ચોરી કરેલ હોય અને તે મોટરસાયકલ તેમના ભાઇ શાહરૂખભાઇ ઓસમાણભાઇ શેખ રહે.ટંકારા પોલીસ સ્ટેશનની સામેના વિસ્તાર વાળાને આપેલ હોય તે રીતની કબુલાત આપતા જેથી આ બાબતે સીટી એ ડિવિઝન પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.