મોરબીમાં સમય બાબતે થયેલ માથાકૂટમાં હાલ લોહિયાળ ખેલ ખેલાવો જાણે સામાન્ય થઈ ગયું હોય તેમ રોજબરોજ એક બાદ એક આવા બનાવો સામે આવે છે. તેવામાં ગત તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ કાર બાજુમાંથી ન ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલ માથાકૂટમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેને લઇ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ
પંકજભાઈ પ્રેમજીભાઈ વાઘેલા દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર, પંકજભાઈએ નિતીનભાઈ મહેશભાઈ સોલંકી નામના શખ્સને ફોર વ્હિલ બાજુમાંથી ચલાવવા બાબતે ના પાડતા આરોપીએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરિયાદીને મુંઢ માર માર્યો હતો. તેમજ રાહુલભાઈ મહેશભાઈ સોલંકી અને મહેશભાઈ બાબુભાઈ સોલંકી નામના શખ્સોએ સ્થળ પર ધસી આવી લાકડી, લોખંડની પાઈપ અને લાતો ઢીંકાથી ફરિયાદીને ઢોર માર માર્યો હતો. તેમાં નિતીનભાઈ નામના મુખ્ય આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો ભૂંડા બોલી ઝપા ઝપી કરી ઢીંકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હાટી. જેને લઈ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બીજી બાજુ મહેશભાઇ બાબુભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.૧૫/૧૧/ર૦૨૨ ના રોજ રાત્રે ફરિયાદીનો દીકરો નિતીન પોતાના મીત્રની કાર લઇને પોતાના ઘરે આવતો હતો ત્યારે મહીપત ઉર્ફે ભુરો રવજીભા વાઘેલા, સંજય ઉર્ફે ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, મયુર પ્રેમજીભાઇ વાઘેલા, પ્રકાશ મનસુખભાઇ વાઘેલા, મનોજ ધનજીભાઇ સોલંકી, બીપીન ગણેશભાઇ સોલંકી તથા કમલેશ હરીભાઇ વાઘેલા નામના આરોપીઓ ઇન્દીરા આવાસ યોજના નવા પ્લોટમાં ફરીયાદીના રહેણાંક મકાન પાસે આવેલ વળાંક પાસે બેસેલ હોય જેથી કાર ધીમી કરવા માટે નિતીને બ્રેક મારતા ઘુળ ઉડતા સંજય ઉર્ફે ગોવીંદ મનસુખભાઇ વાઘેલાએ તેને ગાળો આપી બોલાચાલી કરેલ હોય જે બાબતે નીતિને ઘરે જઇને મહેશભાઈને વાત કરતા ફરિયાદીનો નાનો પુત્ર રાહુલ આરોપીને પોતાના ઘર પાસે ગાળો ન બોલવા સમજાવવા જતા આરોપીઓએ છરી તેમજ લાકડી વડે તેને માર મારતા બનાવની ફરિયાદી તેના મહેશભાઈના માતા-પિતા તથા પત્નીને જાણ થતા તે છોડાવવા માટે જતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને છરી, ધારીયા તથા લાકડી વડે માર મારી તમામને મુંઢ ઇજાઓ કરી ભુંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે.