મુખ્યમંત્રીએ મોરબીમાં કોરોનાની સ્થિતિની વિગતો મેળવીને નિયંત્રણ માટે જરૂરી સૂચનો કર્યા
મોરબીમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, પ્રભારી સચિવ મનિષા ચન્દ્રા , જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.