ઐતિહાસિક મહત્વ ધરાવતી સીરામીક નગરી મોરબીમાં ખોદકામ દરમિયાન એક સમયે યુદ્ધમાં હથિયાર તરીકે વપરાતી તોપ મળી આવી છે. મોરબીના નેહરુ ગેટ નજીક ખોદકામ ચાલી રહ્યું છે. જેમાં ઐતિહાસિક દીવાલ “ગઢ ની રાંગ”ની નજીક આ ખોદકામ દરમિયાન તોપમળી આવી છે. આ અંગે હાલ આર્કિયોલોજી વિભાગને જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પેટાળમાં અનેક વારસો ધેરાયેલો છે. ત્યારે મોરબીના નેહરુ ગેટને અડીને ઐતિહાસિક દીવાલ “ગઢ ની રાંગ” આવેલ છે. જ્યાં એક જૂની ઈમારત પણ આવેલ છે. જેને હાલ ઓડવામાં આવી રહી છે. અને તેની જમીનમાં ખોદકામ ચાલુ છે. ત્યારે આ ખોદકામ દરમિયાન ઐતિહાસિક તોપ મળી આવી છે. જેને લઈ તે સ્થળનાં માલિક દ્વાર કામ રોકાવીને પુરાતત્વ વિભાગને તોપ અંગે જાણ કરવામાં આવી છે. અને પુરાતત્વ વિભાગ દ્વારા તોપને કબજે લઈને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.