Thursday, September 19, 2024
HomeGujaratચોટીલાથી બોલેરોમાં દેશી દારૂનો જંગી જથ્થો મોરબી બુટલેગરો પાસે પહોંચે તે પહેલા...

ચોટીલાથી બોલેરોમાં દેશી દારૂનો જંગી જથ્થો મોરબી બુટલેગરો પાસે પહોંચે તે પહેલા પોલીસે ઝડપી લીધો

મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાલપર ગામ નજીક અકસ્માતગ્રસ્ત બોલેરો ડિવાઈડર ઉપર પડી હોય જેથી વાહનના પાછળના ભાગમાં તપાસ કરતા તેમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂનો જંગી જથ્થો પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે બોલેરો વાહનના ચાલક અબે ક્લીનરની અટક કરવામાં આવી હતી. જ્યારે ઉપરોક્ત દેશી દારૂનો જથ્થો ચોટીલાથી મહિલા આરોપી દ્વારા ભરી આપવામાં આવ્યો હોય જે મોરબીમાં ત્રણ અલગ અલગ બુટલેગરો મંગાવેલ હોવાની પકડાયેલ બોલેરો ચાલક તથા ક્લીનર દ્વારા કબુલાત આપતા કુલ ૬ આરોપીઓ સામે ગુનો નોંધી હાજર ન મળી આવેલ તમામ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે લાલપર ગામ નજીક રોડની વચ્ચે ડિવાઈડર ઉપર અકસ્માતગ્રસ્ત હાલતમાં લોડેડ બોલેરો રજી.નં. જીજે-૧૩-એએક્સ-૨૯૭૪ પડી હોય અને બોલેરો ગાડીના ચાલક અને ક્લીનર અનિલભાઈ અને કાળુભાઇ અકસ્માતગ્રસ્ત બોલેરો પાસે ઉભા હોય જેથી તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત બોલેરો વાહનની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ ૧૦૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી આરોપી અનિલભાઈ કડવાભાઈ ચૌહાણ ઉવ.૨૬ રહે. ચિરોડા(ઠા) તા. ચોટીલા તથા કાળુભાઇ મગનભાઈ સરવૈયા ઉવ.૨૦ રહે.મોટી મોલડી તા. ચોટીલાવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછતાછમાં ઉપરોક્ત દેશી દારૂનો જથ્થો ચિરોડા(ઠા) તા. ચોટીલા રહેતા ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ દ્વારા ભરી આપવામાં આવી મોરબી મોકલાવેલ હોય જ્યારે મોરબીમાં શાહરુખ પઠાણ ૩૦૦ લીટર, મનસુખભાઇ ઉર્ફે માચાભાઈને ૩૦૦લીટર તથા અનવરભાઈ ઉર્ફે દડીને ૪૦૦ લીટર દેશી દારૂ પહોંચાડવાનો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બોલેરો ગાડી, દેશીદારૂનો જથ્થો તથા આરોપી પાસે રહેલા મોબાઇલ સહિત કુલ ૪,૨૪,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ૨ આરોપી તથા પકડવાના ૪ આરોપી સહિત કુલ છ આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!