Tuesday, September 17, 2024
HomeGujaratવાંકાનેરના તિથવા ગામ નજીક વાડીમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરનો જંગી જથ્થો ઝડપાયો

વાંકાનેરના તિથવા ગામ નજીક વાડીમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરનો જંગી જથ્થો ઝડપાયો

પોલીસે ૫૭૬ નંગ બોટલ-ટીન સહિત ૨.૦૮ લાખ કરતા વધારેનો મુદ્દામાલ કબ્જે કર્યો,આરોપી રાજકોટના વાડી-માલિકની શોધખોળ

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમે વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ વાડીએ પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી વાડીની ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરની પેટીઓ નંગ-૪૪ જેમાં બોટલ અને ટીનના ૫૭૬ નંગ મળી આવ્યા હતા. જ્યારે પોલીસના દરોડામાં આરોપી વાડીનો માલિક હાજર મળી આવેલ ન હોય જેથી તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનાની નોંધ કરાવી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમને સયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રાતીદેવળી વાળા રસ્તે કુબા પાસે આવેલ ઇલુભાઇ સંધીએ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. જે મળેલ હકિકત આધારે રેઇડ કરતા પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૪૮૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન જેની કુલ કિ.રૂ.૨,૦૮,૭૪૦/-નો મુદ્દામાલ મળી આવતા તેને કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે આરોપી ઇલુભાઇ સંધી રહે.રાજકોટવાળો દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!