હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન દેવળીયા ચોકડીથી જુના દેવળીયા ગામ જવાના રસ્તે પોલીસને આવતી જોઈ ઍક્સેસ મોપેડ ચાલક પોતાનું મોપેડ રેઢું મૂકીને નાસી ગયો હતો, ત્યારે પોલીસે ઍક્સેસ રજી.નં. જીજે-૨૭-ડીવાય-૨૮૩૨ ની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૧૧ બોટલ તેમજ બિયરના ૮ ટીન મળી આવ્યા હતા, જેથી પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો કિ.રૂ. ૪,૯૩૩ તથા સુઝુકી કંપનીનું ઍક્સેસ મોપેડ સહિત રૂ.૨૪,૯૩૩/-મુદ્દામાલ કબ્જે લઈ નાસી ગયેલ મોપેડ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મોપેડના નંબર આધારે આરોપીને પકડી લેવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.