રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાં રેઈડ કરી ફળીયામાં ફોર વ્હીલ ગાડીમાં છૂપાડેલ ઇંગ્લીશ દારૂનો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી./પેરોલ-ફર્લોને ખાનગીરાહે હકીકત મળેલ કે, મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા દાદુભાઇ બચુભાઇ મહેતાના રહેણાંક મકાનના ફળીયામાં એક ફોર વ્હીલ મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની ગાડી પડેલ છે અને તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે અને હાલે તેની વેચાણની પ્રવૃતિ ચાલુ છે જે બાતમીનાં આધારે રેઇડ કરી સ્થળ પરથી ગ્રીન લેબલ વ્હીસ્કીની ૧૩૨ બોટલો રૂ.૮૪,૬૧૨/-, ૮ પી.એમ. સ્પેસીયલ રેર વ્હીસ્કીની ૨૪ બોટલો રૂ.૧૩,૬૩૨/-, રોયલ ચેલેન્જર્સ પ્રીમીયમ ડીલક્ષ વ્હીસ્કીની ૨૪ બોટલો રૂ.૧૬,૭૦૪/-, એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનીયમ વ્હીસ્કીની ૧૨ બોટલો રૂ.૧૧૯૨૬/- તથા બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૧૨૬ બોટલો રૂ.૧,૨૩,૩૫૪/-નો મુદ્દામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તથા આરોપી દાદુભાઇ બચુભાઇ મહેતા (રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબી) સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા તથા PSI કે.એચ.ભોચીયા, વી.એન. પરમાર સહિતના દ્વારા કરવામાં આવી છે.