એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની ૪૩૨ બોટલ સાથે બાળકિશોરની અટકાયત કરી,મુખ્ય બે આરોપી ફરાર
મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતી પ્લોટમાં આવેલ તળાવ કાંઠે દરોડો પાડી ઘાસની આડમાં છુપાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની અટક કરી છે. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની કુલ ૪૩૨ બોટલનો જથ્થો ઝડપી લીધેલ હતો. જયારે પોલીસના દરોડા દરમિયાન મુખ્ય બે આરોપીઓ હાજર નહિ મળતા તેને ફરાર દર્શાવી ત્રણ વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હોય દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી તથા અલ્તાફ હાજીભાઇ ખોડ બંને ઇસમો લાતીપ્લોટ તળાવના કાંઠે ઘાસમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જે હકિકત આધારે લાતીપ્લોટમા આવેલ તળાવ કાંઠે રેઇડ કરતા એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળકીશોર તળાવકાંઠે ઘાસમાથી ઇગ્લીશદારૂની હેરફેર કરતા મળી આવતા તેની પાસેથી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૪૩૨ બોટલ કિ.રૂ.૧,૬૪,૩૨૦/- ના મુદામાલ કબ્જે કરી આ સાથે ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવા આપનાર મુખ્ય આરોપી મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી રહે.મોરબી મકરાણીવાસ તથા અલ્તાફ હાજીભાઇ ખોડ રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ ગેસના ગોડાઉન પાસે દરોડા દરમિયાન હાજર મળી ન અવતા તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી એ ડિવિઝન પોલીસે ત્રણેયઆરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.