મોરબીના રાજપર રોડ પર જયભવાની જીનિંગ ફેકટરીની મજૂરોની ઓરડીમાં ૨૨/૦૨/૨૦૨૦ રોજ આરોપી પતિ દ્વારા પત્ની પર શંકા કરી ઝઘડો કરી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. જે બનાવમાં સેશન્સ જજ મોરબી દ્વારા આરોપી પતિને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી રાજપર રોડ પર જયભવાની જીનિંગ ફેકટરીની મજૂરોની ઓરડીમાં ૨૨/૦૨/૨૦૨૦ ના રોજ ૧૧:૩૦ વાગ્યા આસપાસ આરોપી ધુલારામ શાંતીલાલ પરમારે પોતાની પત્ની ઉમર વર્ષ ૨૩ મનીષાબેન ઉપર ખોટો વેહેમ, શક કરી ઝઘડો કરી ગળુ દબાવી મોત નિપજાવી ગુનો કર્યો હતો. જે ફરીયાદીના મામાના દીકરાની દીકરી મનીષાબેન પરમાર થતાં હોય તેની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલતા જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર સી જાની દ્વારા દલીલો કરી ૧૭ મૌખિક અને ૨૯ લેખિત પુરાવા રજૂ કરાયા હતા. જેમાં આજરોજ મોરબી પ્રિન્સીપાલ સેકશન્સ જજ દ્વારા આરોપી ધુલારામ શાંતિલાલ પરમારને આજીવન કારાવાસની સખત કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયા દંડ અને દંડ ભરપાઈ ન કરે તો વધુ ૬૦ દિવસ સજાનો હુકમ કરવામાં આવ્યો છે.