મોરબી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી સામાકાંઠા વિસ્તારમાં આવેલ જી.કે. હોટલની બાજુમા આવેલ હજરત તાળીયા પીરની દરગાહની પાછળ આવેલ ઝાડી ઝાંખરામા છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલપેક ૪૨ બોટલ કિ. રૂ.૨૬,૬૧૦/-સાથે આરોપી બળવંતભાઇ ગોવીંદભાઇ ચાવડા ઉવ.૨૯ રહે- મોરબી કન્યા છાત્રાલય પાછળ નકલંક સોસાયટીવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ સીટી બી ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









