મોરબીના પંચાસર રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે સગીર પાસેથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની બોટલ ઝડપી લીધી હતી. જે બાદ જરૂરી કાર્યવાહી કરી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને તેના વાલી-વારસને સોંપી અપાયો છે.
મોરબી શહેરના પંચાસર રોડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો. જેના સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પેન્ટના નેફના છુપાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો કબીર ટેકરી વિસ્તારનો રહેવાસી માત્ર ૧૬ વર્ષ ૯ માસના સગીરને પંચાસર રોડની ગીતા મિલ પાસે શંકાસ્પદ હાલતમાં અટકાવ્યો હતો. તપાસ કર્યા બાદ સગીર પાસેથી ઓલ સેસન્સ ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની ૧૮૦ મીલી.ની બોટલ કિં.રૂ. ૧૪૦/- મળી આવી હતી. નાબાલિક દ્વારા દારૂનો જથ્થો રાખવો ગંભીર ગુના સમાન હોવાને કારણે પોલીસે સગીરના વાલી-વારસને બોલાવી સમગ્ર ઘટના અંગે માહિતગાર કરી જરૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ સગીરને તેના પિતાને સોંપી આપેલ છે.









