Tuesday, November 19, 2024
HomeGujaratસેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમ યોજાવામા આવ્યો.

સેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમ યોજાવામા આવ્યો.

 

- Advertisement -
- Advertisement -

કુદરતના પ્રાકૃતિક ખોળે ઉછરતી સંસ્કાર શિક્ષણ અને સેવાનો સમન્વય કરતી ન્યુ પેલેસ ની બાજુમાં ન્યુ ફ્લોરા અક્ષર સિટીની સામેની બાજુ આવેલા વિશાળ અને પ્રાઇમ લોકેશન પરની મોરબીની અંગ્રેજી માધ્યમની શાળા સેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા મોલ ઓફ મેજીકલ માઈલસ્ટોન 2.0 શિર્ષક હેઠળ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ. જેમા માત્ર ગણિત-વિજ્ઞાન જ નહી પરંતુ અંગ્રેજી, હિંદી, સામાજીક વિજ્ઞાન, જનરલ અવેરનેસ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ તેમજ પર્યાવરણના જતન જેવા અનેક વિષય પર પ્રી-સ્કુલ ના ૩ થી 4 વર્ષ ના બાળકો થી લઈને ધોરણ 1 થી 8 સુધીના વિધ્યાર્થીઓ દ્વારા 70 થી વધુ પ્રોજેક્ટ તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામા આવ્યા. સમગ્ર મોરબીમાંથી 500 થી 1000 જેટલા વાલીઓ અને લોકો દ્વારા મુલાકાત પણ લેવામા આવી. જેમાં લાઈવ ચંદ્રયાન પ્રોજેક્ટ કેમિકલ ના પ્રેક્ટીકલ પ્રયોગો અને માત્ર સાત-આઠ વર્ષના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કમ્પ્યુટર કોડિંગ પ્રોગ્રામ અને ગેમ્સ એ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. જેમા સેવી ઈન્ટરનેશનલ સ્કુલ તથા કિડ્ઝી પ્રી-સ્કુલ મોરબી દ્વારા સમાજ જાગૃતિ, પર્યાવરણનુ જતન અને બાળકોની નોલેજ અને સ્કીલ ડેવલોપમેંટનો એક અનેરો પ્રયત્ન કરવામા આવ્યો. આ સાથે કાર્યક્રમને સફળ બનાવનાર સમગ્ર મોરબીમાંથી આવેલ તમામ જાગૃત નાગરિકો દ્વારા બાળકોને પ્રેરણા અને સહકાર આપવા બદલ શાળા સંચાલક દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!