હળવદ તાલુકાના ચરાડવા ગામે બીસેરો સીરામીકના કારખાનાની પાછળ આવેલા અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાંકાના રૂમમાં ૩૬ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે હળવદ પોલીસે કલમ ૧૯૪ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની મરણ નોંધ મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામે બીસેરો સીરામીકના કારખાનાના પાછળના ભાગે આવેલ અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાકાની ઓરડીમાં ગઈકાલ તા.૯ ઓગસ્ટના રોજ મૂળ ઉત્તર પ્રદેશના દેવરીયા જીલ્લાના મલઘોટ બિરઇચા ગામના રહેવાસી અને હાલ ચરાડવા ખાતે બીસેરો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા વિનોદભાઈ સતનભાઈ પ્રજાપતિ ઉવ.૩૬ માનસિક રીતે જીદી સ્વભાવ ધરાવતા હતા. તેઓએ પોતાની જાતે અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાકાની ઓરડીમા છતના ભાગે લગાવેલા લોખંડના હુક સાથે ઇલેક્ટ્રિક કેબલ વાયર બાંધી ગળેફાંસો ખાધો હતો. ત્યારે મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, હાલ મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના કુટુંબી શ્રીરામ શંકરભાઈ પ્રજાપતિ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી, મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.