વાંકાનેર તાલુકાના લકડધાર ગામ પાસે આવેલ કેમરીશ પેપરમીલ માં મજૂરી કામ કરતા સતિષ કુમાર શર્મા (રહે ઢુંવા ચોકડી તા.વાંકાનેર) વાળો ગઈકાલે કામ કરતી વેળાએ પેપરમીલ ના મશીનમાં ફસાઈ જતા તેને ગંભીર હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી આ અંગે વાંકાનેર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને જાણ કરી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.