મળતી માહિતી અનુસાર મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઈ.કોલેજની બાજુમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરની બાંધકામ સાઈટ ઉપર કામ કરી રહેલા સગીર શ્રમિક સલમાન રસુલભાઈ મોવર ઉવ.૧૭ રહે.મોરબી વીસીપરા ઈમામ ચોકને કામ દરમિયાન અકસ્માતે વીજશોક લાગતા તેને તુરંત મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ચાલુ સારવાર દરમિયાન સગીર શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.