મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ જુના માલણીયાદના રહેવાસી સંજય ગોરધનભાઇ મકવાણા નામનો ૩૫ વર્ષીય યુવક ગઈકાલે ગેરેજની દુકાને રીપેરીંગ કામ કરતો હતો. ત્યારે તે ડમ્પર ગાડીમાં ઓઇલ ચેક કરતો હતો. તે દરમિયાન ડમ્પર પરથી પસાર થતો એક ઇલેક્ટ્રિક વાયર અચાનક ડમ્પરને અડી જતા સંજયભાઇને શોક લાગ્યો હતો. જેની જાણ થતા જ તેની આસપાસના લોકોએ તેને ડમ્પરથી છુટ્ટો કરી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકના મોત અંગે હળવદ સરકારી હોસ્પીટલના ડો. એ.બી.યાદવ દ્વારા હળવદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.