Friday, December 27, 2024
HomeGujaratમાળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ટ્રકમાં જોડેલ કન્ટેઇનર સ્લીપ થતા તેની ઠોકરે ચાલીને જતા...

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ટ્રકમાં જોડેલ કન્ટેઇનર સ્લીપ થતા તેની ઠોકરે ચાલીને જતા શ્રમિકનું મોત

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર સત્કાર હોટલ પાસે પસાર થઈ રહેલા ટ્રકના ઠાઠામાં જોડેલ કન્ટેઇનર સ્લીપ થતા રોડની સાઈડમાં ચાલીને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાનને હડફેટે લેતા ચહેરા ઉપર અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા શ્રમિકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ ગમખ્વાર અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા આરોપી ટ્રક-કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતમાં મૃત્યુ અંગેની વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના રહેવાસી હાલ ગાંધીધામ જોન કંપનીના ક્વાર્ટરમાં રહેતા નવીનભાઈ પુનસિંહ ભુરીયા ઉવ.૩૩ એ માળીયા(મી) પોલીસ મથકમાં ટ્રક-કન્ટેઇનર રજી.નં. જીજે-૧૨-બીડબલ્યુ-૨૯૧૫ ના ચાલક આરોપી લાભસિંગ લસમનસીંહ લબાણા રહે-ચાકસરીફ ગામ(પંજાબ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૭/૦૯ ના રોજ રાત્રીના સાડા સાતેક વાગ્યાના અરસામાં માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર મોરબીથી કચ્છ તરફ જતા રોડ ઉપર ફરીયાદીના ભાઈ મૃતક અનીલભાઈ પુનસિંહ ભુરીયા આશરે ઉવ.૩૧ વાળા માળીયા ક્ચ્છ હાઈવે રોડ ઉપર ચાલીને જતા હોય ત્યારે સતકાર હોટલ પાસે આવતા ઉપરોક્ત ટ્રકના ચાલક આરોપી લાભસિંગે પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નીકળતા ટ્રકના ઠાઠાના ભાગે ભરેલ ક્ન્ટેનર સ્લીપ ખાઈ જતા રોડની સાઈડમા ચાલીને જતા ફરીયાદીના ભાઈ અનિલભાઈને હડફેટે લેતા અનિલભાઈને ચહેરાના ભાગે તથા હાથ ઉપર તેમજ પગમા ગંભીર ઇજા પહોંચતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!