મોરબી શનાળા નજીક નવનિર્મિત મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. જેમાં ૧૪ મજૂરો કામ કરી રહ્યા હતાં. જેમાં ચાર મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક મજૂર કાટમાળ નીચે બદાઈ જતાં તેને બહાર કાઢવા માટેના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બનતા શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે તેમના માટે સેફ્ટી ના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા ન હતા. તેમજ આ સ્લેબ નીચે દબાયેલ શ્રમિક ને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સીના જવાનો સાત સાત કલાકની અથાક મહેનત બાદ બચાવી લેવાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં શનાળા નજીક નવનિર્મિત મેડિકલ કોલેજમાં દુર્ઘટના બનવા પામી છે. મેડિકલ કોલેજમાં સ્લેબ ધરાશાયી થયો છે. જે દુર્ઘટના સ્થળ પર ૧૪ લોકો કામ કરી રહ્યા હતાં. જેમાં કમલેશ વાખલ, મનીષ મગનભાઈ, અરુણ પાસવાન અને કોન્ટ્રાકટર સંજય મારકણા નામના ચાર લોકો ઈજા ગ્રસ્ત થયા છે. જ્યારે સુનીલ શાહું નામનો એક શ્રમિક ફસાયો હતો. જેની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે શ્રમિકો દ્વારા સેફ્ટીના સાધનો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ સાત સાત કલાકની ભારે જહમત બાદ માણસોનુ રેસ્ક્યુ કર્યું હતું. જેના સપોર્ટ માટે રાજકોટ ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. તેમજ જ્યાં સુધી કાટમાળ ખસી ન જાય ત્યાં સુઘી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો સ્ટેન્ડબાય ડ્યુટી પર રહેશે તેવી સૂચના આપવામાં આવી છે.