વાંકાનેરમાં આવેલ બે અલગ અલગ માલિકીની કિંમતી જમીન પચાવી પાડનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે બને આરોપીઓ વિરુદ્ધ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર ખાતે ડો.દેલવાડીયાના દવાખાના પાસે આવેલ લલીતકુમાર જીવણભાઈ પુજારા (ઉવ. ૭૦ રહે. પતાળીયા રોડ દીવાનપરા વાંકાનેર) ની સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીન હડપ કરી જવાના ઇરાદે આરોપી કાદરભાઈ અબુભાઈ કાસવાણી (રહે વાંકાનેર ખડીપરા નવાપરા શેરી નંબર -૨) એ કબજો જમાવી લીધો હતો જે ખાલી કરવા અંગે અનેક વખત કહેવા છતાં પણ આરોપીએ કબજો ખાલી ન કરી પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી તેમજ ઘાસચારો વેચવાનુ છાપરૂ બનાવી લીધુ હતું આથી લલીતકુમાર જીવણભાઈ પુજારાએ આ મામલે આરોપી કાદર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં વાંકાનેર ખાતે જ ડો.દેલવાડીયાના દવાખાના પાસે આવેલ હષૅદકુમાર મણીલાલ પરમાર (ઉ.વ. ૫૧ લઢોર રહે જીનપરા શેરી નંબર -૭ વાંકાનેર) ની નવા વાંકાનેર ગામતળમા આવેલ સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીનમા આરોપી કાદરભાઈ અબુભાઈ કાસવાણી અને શાહરૂખ કાદરભાઈ કાસવાણી (રહે બંન્ને વાંકાનેર ખડીપરા નવાપરા શેરી નંબર -૨)એ ગેરકાયદે કબજો જમાવી પ્લોટ ફરતે ફેન્સીગ નાખી પતરાનુ છાપરૂ બનાવી નાખ્યું હતું. આથી જમીન હડપ કરી જનાર આ બનેં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલિસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) તળે કાર્યવાહી હાથ ધરી છે.