મોરબીના Dysp અતુલ બંસલની અમદાવાદ બદલી થતા તેમના સ્થાને ગોંડલના Dysp પી.એ. ઝાલાની નિમણુંક કરાઈ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને ગમે ત્યારે ચૂંટણીની તારીખો અંગે જાહેરાત થઈ શકે છે. તેવામાં રાજ્યમાં પો 82 DySPની બદલીઓ કરવામાં આવી છે. જયારે 22 આઇપીએસ કક્ષાના અધિકારીઓની એક સાથે બદલી કરાઇ છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ આર.બી.બ્રહ્મભટ્ટની અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલવેઝ), ગાંધીનગર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ તેઓની બદલીની થતા ખાલી પડતી ગાંધીનગર અધિક પોલીસ મહાનિદેશ(તપાસ)ની જગ્યાએ વધારાનો હવાલો બ્રજેશ કુમાર ઝા, આઈપીએસ, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપાયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આર.બી. બ્રહ્મભટ્ટ, આઈપીએસને અધિક પોલીસ મહાનિદેશક ગાંધીનગરની જગ્યાના વધારાની હવાલામાંથી મુક્ત કરી સદર જગ્યાનો વધારાનો હવાલો બ્રજેશ કુમાર ઝા, આઈપીએસ, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રણ વર્ષથી એક જ જગ્યા પર હોય તેવા અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો આ આદેશ મુજબ જ પોલીસ અધિકારીઓની બદલી થઈ રહી છે. ત્યારે મોરબીમાં ફરજ બજાવતા Dysp અતુલ બંસલની અમદાવાદ ખાતે ઈ-ડિવિઝન પોલીસ મથકમાં બદલી થતા તેમના સ્થાને ગોંડલમાં ફરજ બજાવતા Dysp પી.એ. ઝાલાની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, જ્યમાં 22 આઇપીએસ કક્ષાના અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઇ છે. ત્યાં જ એવી માહિતી પણ સામે આવી રહી છે કે, આગામી સોમવાર સુધીમાં હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે. જયારે નિર્લિપ્ત રાય, આઈપીએસ, પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને પોલીસ અધિક ગુજરાત રાજ્ય, ગાંધીનગરની જગ્યાના વધારાના હવાલામાંથી મુક્ત કરી સદર જગ્યાનો વધારાનો હવાલો વિરેન્દ્રસિંહ યાદવ, આઈપીએસ, સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ, મેટ્રો સુરક્ષા જુથ, ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવ્યો છે.