Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીના કુલીનગરમાંથી મોટી માત્રામાં બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીના કુલીનગરમાંથી મોટી માત્રામાં બિયરનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું ગ્રાઉન્ડ તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલિસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોટી માત્રામાં બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કુલીનગર- ૦૧ માં આવેલ જીનના વરંડા પાસે દારૂ મંગાવવામાં આવ્યો છે. જે હકીકતનાં આધારે પોલીસે રેઇડ કરતા કુલીનગર- ૦૧ માં આવેલ જીનના વરંડા પાસે, બાવળની કાંટમાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર છુપાડવામાં આવેલ ભારતીય બનાવટની ટુબર્ગ પ્રીમીયમ બીયરના ૫૦૦ મીલીની શીલ પેક ૧૬૭ ટીન મળી આવ્યા હતા. જેની માર્કેટ કિંમત રૂ.૧૬,૭૦૦/- છે. જે પોલીસે કબ્જે કરી આરોપી જાવેદભાઇ રફીકભાઇ મેમણ સ્થળ પરથી મળી ન આવતા તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!