મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ કાર્યરત હતી. ત્યારે વાંકાનેર સીટી પોલીસની ટીમે ગાયત્રીનગરમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી રૂ.૭૪,૬૨૦/-નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, પી.આઇ.. કે એમ છાસીયા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલર્સિહ ભવાનસિંહ પરમાર તથા કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર ગાયત્રીનગરમાં રહેતા હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પોતાના રહેણાંક મકાનમા ગેર કાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે અને સદર જગ્યાએ પ્રોહી અંગે રેઈડ કરતા અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની ૧૫૯ બોટલ તથા ૧૦૪ બીયર ટીન મળી કુલ ૨૬૪ વિદેશી દારૂના રૂ.૭૪,૬૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પ્રોહી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના સાથી વાંકાનેરનાં ભાટીયા સોસાયટીમાં રહેતા મહાવિરસિંહ નટુભા જાડેજા તથા અન્ય એક શખ્સના નામની કબૂલાત કરતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.