આમતો રાજ્યમાં દારૂ બંધી છે પણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 31stની પાર્ટી માટે જે દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. તેમાં બૂટલેગરો દર વખતે નવા નવા કીમિયાઓ અપનાવે છે. અને દરેક વખતે નવા કીમિયાઓમાં બૂટલેગરો દારૂના જથ્થા સાથે પકડાઈ જાય છે. ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ, હરીઓમ સોસાયટીના મેઇન ગેટ પાસેથી એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કારમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના પુંટુ ગામની રામકો સોસાયટીમાંથી એક GJ-21-BC-1509 નંબરની હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કારમાં ઇંગલીશ દારૂ ભરી મહેન્દ્રનગર ચોકડી તરફ આવનાર છે.જે હકીકતનાં આધારે બાતમી વળી જગ્યાએ મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકાના રામકો સોસાયટી પાસે અલગ-અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન હકીકતવાળી આઇ-૨૦ નો ચાલક પોતાની કાર લઈ નીકળતા તેને કાર ઉભી રાખવા ઇશારો કરતા કાર ચાલક પોતાની કાર લઇ નાસવા જતા તેનો પીછો કરતા કાર ચાલક ઘૂંટ ગામની સીમ, હરીઓમ સોસાયટી પાસે કાર મુકી ટ્રાફીકનો લાભ લઇ અંધારામાં નાસી જતા કાર પાસે પહોંચી જોતા કારમાં પાછળની સીટમાં ઇંગ્લીશ દારૂની બોટલો ભરેલ હોય જેથી કારને સાઇડમાં સેફ જગ્યાએ રખાવી કારમાં રહેલ ઇંગ્લીશ દારૂની બોટલો બહાર કાઢી જોતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ ૨૧૩ બોટલનો રૂ.૧,૯૨,૫૭૦/- તથા હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર જેની કિંમત રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૯૨,૫૭૦/- નો મુદ્દામાલ મુકી આરોપી નાસી જઈ હાજર નહીં મળી આવતા કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.