રંગપર(બેલા) ગામ નજીક આવેલ ગોડાઉન માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મોરબી તાલુકા પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રંગપર(બેલા) ગામે આવેલ હોટલ લોર્ડસની પાછળ આવેલ સીમમાં આરોપીઓના કબ્જા ભોગવટા વાળા ગોડાઉન માં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી વિદેશી દારૂ નો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
રંગપર(બેલા) ગામ પાસે આવેલ લોર્ડસ હોટેલની પાછળ,યુનિર્વસલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલ ગોડાઉન આ કામના આરોપી યુનુશ અલીભાઇ પલેજા ના નામે ભાડે રાખી અન્ય આરોપી મુકેશ પીરારામ બિશ્નોઇ રાજસ્થાન વાળો અલગ અલગ વાહનથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી આરોપી યુનુસને આપતો હોય ત્યારે અન્ય આરોપી
સાહીદ ઉર્ફે ચકો સ./ઓ. ઉમરભાઇ ચાનીયા ઇમરાનભાઇ ઉમરભાઇ ચાનીયા રેનીશ ઉર્ફે રઇશ ભાણો સ./ઓ. ફિરોજભાઇ અંદાનીઆ દારૂના જથ્થાને ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોય જે બાબતની જાણ થતા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસને ગોડાઉનમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની સીલ પેક કુલ બોટલો નંગ-૭૪૧૬ કિ.રૂ.૩૦,૬૦,૩૦૦/- તથા મહીન્દ્રા કંપનીનીનો બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-T-7968 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા સુઝુકી કંપનીનું એકસેસ કંપનીનું નંબર પ્લેટ વગરનું કિ.રૂ. ૮૦,૦૦૦/-, હિરો હોન્ડા કંપનીનું એન.એકસ.જી. મો.સા.નં. GJ-03-DP-8753 કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૦૫ કિ.રૂ. ૨૦,૫૦૦/- ના મળી કુલ રૂ. ૩૬,૭૫,૮૦૦/- નો મુદ્દા માલ સાથે આરોપીયુનુશ અલીભાઇ પલેજાસાહીદ ઉર્ફે ચકો સ./ઓ. ઉમરભાઇ ચાનીયા ઇમરાનભાઇ ઉમરભાઇ ચાનીયા રેનીશ ઉર્ફે રઇશ ભાણો સ./ઓ. ફિરોજભાઇ અંદાની
ને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે ત્યારે માલ મોકલનાર મુકેશ પીરારામ બિશ્નોઇ રહે. દાંતા (સરણાઉ) સાચૌર જિ. જાલોર રાજસ્થાન વાળાને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ કરવામાં આવી છે.