મોરબી સબ જેલ ખાતે કાનુની જાગુતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કેસીઓને સમાધાન પાત્ર ગુનાઓ વિશે માહિતી અપાઈ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન આર.કે.પંડયાના માર્ગદર્શન હેઠળ લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે કાનુની જાગુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જેલમાં રહેલા બંદિવાનોને સમાધાન પાત્ર ગુનાઓ CRPC-૩૨૦ વિશે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ.