મોરબી તાલુકાના ચકમપર ગામે દીપડા જેવા પ્રાણીએ બકરીનું મારણ કર્યાં બાદ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી અને વન વિભાગની ટીન દારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
જેમાં વન વિભાગ દ્વારા દીપડો હોવાની શક્યતાને આધારે પાંજરું ગોઠવ્યું હતું.જે પાંજરામાં રાત્રીના સમયે દીપડો ઝડપાઈ જતા તેને સુરક્ષિત સ્થળે ખસેડવા વનવિભાગ ટીમ રવાના થઈ ચૂકી છે ત્યારે બીજી તરફ દિપડો પકડાઈ જતા ચકમપર અને આજુ બાજુના ગ્રામજનો તેમજ ખેતરના રહેતા શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.