Monday, January 13, 2025
HomeGujaratTATની પરીક્ષાના પેપર ચકાસણી કરનાર શિક્ષકોના નામ જાહેર થતાં મુખ્યમંત્રીને પત્ર લખી...

TATની પરીક્ષાના પેપર ચકાસણી કરનાર શિક્ષકોના નામ જાહેર થતાં મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઈ

શિક્ષકની નોકરી માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટ(ટાટા)ની પરીક્ષાના પેપર ચકાસણી કરતાં શિક્ષકોના નામ જાહેર થતાં હોશીયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ટાટાની પરીક્ષામાં ઘણાં બધા વિધાર્થીઓએ ભાગ લીધેલ પેપરો થોડા અઘરા હતાં પણ ટાટા માટે વિધાર્થી સતત મહેનત કરે છે જે હોશિયાર અને મહેનતુ છે તેણે પરીક્ષા આપી છે અને જીંદગીના સુંદર સપના જોઇ રહયાં છે. પરંતુ ટાટાની પરીક્ષાના પેપર ચકાસણી માટે જે તે શિક્ષકોના નામ જાહેર થયાં છે. તેથી પરીક્ષાની ગુપ્તતાની જાણવણી રહેતી નથી. હવે વિધાર્થી અને વાલીઓ પાસ થવા માટે દોડા-દોડી અને ભષ્ટાચારના રસ્તા અપનાવવાના પ્રયત્નો કરશે. તેવુ જણાય છે. જે વિધાર્થીએ સતત મહેનત અને મન લગાવીને વાંચીને પરીક્ષા આપી છે. તેને અન્યાય થાય તેવુ જણાઇ રહ્યું છે અને પરીક્ષાર્થીમાં ક્રમવાર છે જો ભ્રષ્ટાચાર થાય તો શિક્ષણ જગતને હોશિયાર શિક્ષક મળે નહી તેવુ જણાય છે તો આ બાબત યોગ્ય નિર્ણય લેવા મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!