Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઈ

મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઈ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી મોરબી શહેરને મહાનગરપાલિકા આપવા માંગ કરી હતી. જેમાં તેણે વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરી મહાનગરપાલિકા શા માટે આપવી જોઈએ તે અંગેની સ્પષ્ટતા કરી હતી. તેમજ જુલતા પુલ દુર્ધટનામાં નગરપાલિકાના નગરસેવેકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તે અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

કાન્તિલાલ ડી. બાવરવાએ પત્રમાં જણાવ્યું હતું કે, કે હાલમાં મોરબીમાં જુલતા પુલ દુર્ધટનાની જવાબદારી ગણીને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવેલ છે. જોકે નગરપાલિકા સુપરસીડ કરવા છતાં કોઈ પણ નગરસેવેકો કે પદાધિકારીઓ સામે કોઈ કાનૂની પગલા લેવામાં આવેલ નથી. તે આશ્ચર્યજનક છે. જો નગરપાલિકાને જવાબદાર ગણીને સુપરસીડ કરવામાં આવતી હોય તો તેના નગર સેવકો કે પદાધિકારીઓ જવાબદાર કેમ નથી ? તો આ બાબતે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. તેમજ મોરબી નગર પાલિકા ગુજરાતમા એ ગ્રેડ ની નગર પાલિકામાંની એક છે. અને તેને પહેલા મહાનગર પાલિકામાં ફેરવવામાં આવનાર છે. તેવું સંભાળવામાં આવેલ હતું. તો અમારી માંગણી છે કે મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકામાં ફેરવવા માં આવે. હાલમાં મોરબી ઘણા પર્શ્નો અને સમસ્યાઓથી ઘેરાયેલું છે. જો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો ઘણા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ ઘરઆંગણે શક્ય બને તેમ છે.

કાન્તિલાલ ડી. બાવરવાએ પોતાના પશ્નો જણાવતા લખ્યું હતું કે, આધુનિક ફાયર સ્ટેશન બનાવવા માટે જો મહાનગર પાલિકા બને તો તેની સુવિધા મોરબીને તાત્કાલિક મળે. હાલમાં મોરબીમાં આધુનિક સાધનો અને સુવિધાથી સજ્જ ફાયર સ્ટેશન ન હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નગર પાલિકા પાસે સુવિધા ના હોવાના કારણે પ્રાઇવેટ એપાર્ટમેંટ વાળાઓને પોતાની ફાયર સુવિધા કરવા માટેની નોટીસ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. જે કામ નગરપાલિકાની જવાબદારી છે. તે લોકો ઉપર થોપવામાં આવી રહ્યું છે. તેમજ મોરબીમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે અને મોરબીમાં એક પણ ઓવરબ્રીજ નથી જો મહાનગર પાલિકા બને તો આવી સુવિધાઓ તાત્કાલિક ના ધોરણે મળતી થાય. અનિયમિત બાંધકામો ઉપર કોઈ નિયત્રણ નથી જો મહાનગરપાલિકા બને તો પુરતો સ્ટાફ આવે અને આ બાબતે નિયમન થઇ શકે. મોરબીની આજુબાજુના ગામો હાલમાં મોરબીનો જ એક ભાગ બની જવા પામેલ છે. પરંતુ તેનો સમાવેશ નગર પાલિકામાં કરવામાં આવેલ ન હોવાથી જે તે પંચાયત બોડી દ્વારા ઘણી અનિયમિતા ઓ થઇ રહી છે. અને લોકોને યોગ્ય સુવિધાઓ મળતી નથી, તો મોરબીને ફરતા ગામો જેવા કે રવાપર, શનાળા, વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ત્રાજપર, ભડિયાદ, લીલાપર. વગેરે ને ભેળવીને મહાનગર પાલિકા બનાવવા અમારી માંગણી છે. તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા નમ્ર વિનતી છે. તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!