મોરબીમાં લુહાણા પરા ૧-૨ માં ભુગર્ભ ગંદકીનો લાંબા સમયથી રાફળો ફાટ્યો છે. જેને લઈ અવાર નવાર રજુઆત કરવામાં આવી હોવાથી કોઈ જાતના પગલા લેવામાં આવતાથી તેવા આક્ષેપ સાથે આજ રોજ મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરને પત્ર લખી સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચા દ્વારા મોરબી મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે, મોરબીમાં શાક માર્કેટ આવેલ છે ત્યાની ભુગર્ભ ગટરો છલકાય છે તો ત્યાના વેપારીઓ અને શાકભાજીના વેપારીઓને ત્યારે મુસીબતનો સામનો કરવો પડે છે અને મોરબીમાં શાક માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા આવેલ ગ્રાહક ને પણ મુસીબતનો સામનો કરવો પડે છે અને ત્યા ગંદકી થવાથી શાકભાજી ઉપર મોટા પ્રમાણમાં અસર થાય છે અને વેપારી તથા મોરબીની જનતાને પણ ત્યાથી વેપારમાં અને ખરીદી કરવામાં તકલીફ પડે છે. તો લુહાણા પરા ૧-૨ ની ગટરનો યોગ્ય નિકાલ અને રીપેરીંગ કરવા માટે મોરબીના સામાજીક કાર્યકરો અને વેપારીઓ દ્વારા મહાનગરપાલીકાને અપીલ કરાઈ છે.
સામાજિક કાર્યકરો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, હજુ તો મોરબીને મહાનગરપાલીકા જાહેર કરવામાં આવી છે. તો મહાનગર પાલીકા કામ કરીને દેખાડશે એવી પ્રજા આશા રાખે છે. આ અગાઉ પણ અનેક વાર રજુઆત કરવામાં આવેલ પણ કોઈ પગલા લેવામાં આવેલ નથી. તો આ અરજીને ઘ્યાનમાં લઈને તાત્કાલીક પગલા લેવા અપીલ કરાઈ છે. તેમજ મોરબીના જાગૃત સામાજીક કાર્યકરો દ્વારા માંગ કરાઈ છે કે, ગટર તાત્કાલીક રીપેર કરાવવા માટે કાયમી માટે યોગ્ય કરવા વેપારીઓ ગટર માં કચરો નાખશે તો તેને પણ યોગ્ય દંડ કરવામાં આવશે એવી અમોને તથા વેપારીઓને પણ આશા કે તાત્કાલીક કામ થાશે. તેમ મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચા દ્વારા મોરબી મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.