કચ્છથી સૌરાષ્ટ્ર ને જોડતો કાંડલાથી નવલખી સુધી સાગર તટિય રસ્તો બનાવવાની માંગ સાથે મોરબીના રહેવાસી રમેશ બી. રબારી દ્વારા રેલ્વે મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. સાગર તટિય વિસ્તારથી નવો હાઇવે બને તો ઈંધણથી મોટી માત્રામાં બચત થાય અને પરિવહન કર્તાઓને આર્થિક અને સમયની બચત થાય જેથી કંડલા- નવલખી બંદર ૧૩ કિ.મી. સમદ્ સેતુ બનાવવા બાંધકામ મંજુર કરવા માંગ કરાઈ છે.
મોરબીના રહેવાસી રમેશ બી. રબારી દ્વારા રેલ્વે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને આજ રોજ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજય મેઈન પોર્ટ કંડલાથી સમુદ્ર માર્ગ મોરબી જીલ્લા નવલખી બંદર રોડ હાઈવેથી ૧૦૦ કિ.મી. વધારે થાય છે. કંડલા નવલખી સમુદ્ર સેતુ બનાવવામાં આવે તો તેનાથી ઘણા કિલો મીટર અંતર ઘટી જાય છે. તેમજ ટ્રક ટેન્કર ટ્રેલર જેવા કોન્શીયલ વાહન ૩૦ લીટર વધુ ડીઝલ ફાયદો થાય અને ડીઝલનો બચાવ થાય, એક ટ્રીપમાં આજ હરીફાઈના સમયમાં દરેક વાહન વાળાને રૂ. ૬,૦૦૦/- રૂપિયાનો ફાયદો થાય તેમ છે, આજ વાહન દ્વારા હાઈવે ઉપર ફરતાં હોવાના કારણે કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે. તે આના કારણે અટકી જશે. આ કંડલા-નવલખી સમુદ્ર સેતુ બનશે. તો અનેક વાહનો તેમજ મુસાફરીમાં સમય પણ બચી જશે અને અનેક બચત લાભ થશે. રાજય સરકારને પણ આવક વધુ અને ફાયદાઓ થશે. સાથે કચ્છ અઅને મોરબી જીલ્લાના વિકાસ દ્વાર ખુલશે. તેમજ દરેક પોર્ટ ઉપર વિદેશી માલ મંગાવવા મોંઘા ક્રુડ ઓઈલ બીલમાં અબજો રૂપિયાનો લાભ થશે. જેથી કંડલા નવલખી દરીયા માર્ગે તાત્કાલીક સર્વે કરાવી માત્ર ૧૩ કિ.મી. લાંબો કંડલા-નવલખી સમુદ્ર સેતુ રાજય હીત, દેશ હીતમાં તાત્કાલીક મંજુર કરવાની માંગ સાથે રમેશ બી. રબારી દ્વારા રેલ્વે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને પત્ર લખવામાં આવ્યો હતો.