Sunday, January 12, 2025
HomeGujaratખેતીની વીજળી દિવસના સમયમાં આપવા મુખ્યમંત્રીને ભારતીય કિશાન સંઘ દ્વારા કલેક્ટર મારફત...

ખેતીની વીજળી દિવસના સમયમાં આપવા મુખ્યમંત્રીને ભારતીય કિશાન સંઘ દ્વારા કલેક્ટર મારફત પત્ર લખવામાં આવ્યો

મોરબી જીલ્લામાં ખેતીમાં પાવર સપ્લાય ત્રણ પાળીઓમાં અપાય છે અને હમણા ઘણા સમયથી જીલ્લાના ઘણા ફીડરોમાં સતત રાત્રીના પાવર સપ્લાય મળે છે. રાત્રીના પાવર સપ્લાય મળવાના કારણે અને શિયાળાની ઠંડીની ઋતુ હોવાના કારણે ખુડુતોને ભોગવવી પડતી હેરાનગતી તથા મુશ્કેલીના કારણો ભારતીય કિશાન સંઘ દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ભારતીય કિશાન સંઘ દ્વારા કલેક્ટરને પત્ર આપતા જણાવવામાં આવ્યું હતું કે, હાલના સમયમાં ખુબ ઠંડી હોવાના કારણે ખેડુતોને રાતના સમયે પાણી વાળવા જતા ખુબ મુશ્કેલી થાય છે.અમુક સમાચારો એવા પણ મળે છે જેમા રાત્રીના સમય દરમિયાન પાણી વાળતા ખેડુતનુ મુત્યુ થયેલ હોય. માનનીય શ્રી આપશ્રીને જાણ થાય કે ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા આ બાબતે રજુઆત થયેલ છે. પરંતુ તે બાબત પણ અમારી દ્રષ્ટિએ ગેરસમજ ઉભી થાય તેવી છે. અમારા ખ્યાલમાં આવ્યુ તે મુજબ ધારાસભ્યે એવી માંગણી કરેલ છે કે દિવસની પાળીમાં પુર્ણ રિતે દિવસના વિજળી મળે અને રાત્રીની પાળીમા પુર્ણ રાત્રીની વિજળી મળે જે રજુઆત અયોગ્ય છે રાત્રીએ વિજળી મળવાનો હવે પ્રશ્ન જ નથી સરકારે ખેડુતોને દિવસે વિજળી આપવા બાબત બાંહેધરી આપેલી છે. કોરોના પછી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સૌરભભાઇ પટેલ જ્યારે મોરબીમાં પધારેલા ત્યારે તેઓએ મોરબી કિસાન સંઘને ખાતરી આપેલી હતી કે, આવતા ૩ વર્ષની અંદર ખેડુતોને સંપુર્ણ દિવસના વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી થય જશે. તો હવે તે મુજબ હવે ૩ વર્ષનો સમય પણ થય ગયો હોય અમારી આપને ખેડુતોને સંપુર્ણ વિજળી દિવસે આપવા અનુરોધ છે. તેમ ભારતીય કિશાન સંઘ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!