Monday, November 25, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ મુખ્યમંત્રીને...

મોરબી જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ મુખ્યમંત્રીને પત્ર લખાયો

મોરબી જિલ્લામાં ચાલુ સિઝનમાં ૧૫૦% જેટલો વરસાદ ખાબકી ગયો છે. જેને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા પાકનું ધોવાણ થયું છે. તેમજ મોટા પ્રમાણમાં પાકને નુકસાન પહોંચવા પામ્યું છે. જેને પગલે આજ રોજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો હતો. અને મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો સરકાર સમક્ષ પત્ર મારફત રાખવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લામાં ચાલુ સાલે ૧૫૦% કરતા પણ વધારે વરસાદ થયેલ છે. જે સરકારની ઓફિસોના રેકોર્ડ ઉપર છે. આ વિસ્તાર માં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે સરકાર ના મંત્રીઓ તથા ધારાસભ્યો દ્વારા ખેડૂતો ના હિતેશું થવાના નાટકો કરવામાં આવેલ અને આપના દ્વારા અમુક ગામોના સર્વે કરવાનો હુકમ કરવામાં આવેલ છે. તેવું જણાવવામાં આવેલ છે. આ સર્વે માં સર્વે કરવા જનાર કર્મચારી / અધિકારીઓ કહે છે કે સર્વે ફક્ત ઉભા પાકનું જ કરવાનું છે. તો અમારું આપ સાહેબ ને કહેવાનું છે કે જે પાક નિષ્ફળ ગયેલ છે. તે ઉભો કઈ રીતે હોય? જે ખેતર માં એકવાર પાક વાવ્યા પછી જઈજ શકાયુ નથી. અને પાક નિષ્ફળ ગયેલ છે તે ખેતરો ઘાસ થી ઢંકાય ગયેલ છે. તે ખેતરો નું અને તે ખેડૂતો માટે શું? મોટા ઉપાડે રજુઆતો કરનાર મંત્રીઓ અને ધારાસભ્યો આ બાબતે કેમ ચુપ છે.? તેમ કાન્તિલાલ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં લખ્યું હતું કે, N.D.R.F. ના મેન્યુલ માં જોગવાઈ છે કે ૧૨૫% કરતા વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો અને ખેડૂતો ને વળતર ચુકવવું. ત્યારે સર્વે ના નાટકો શા માટે ? અને જો સર્વે કરીને જ આગળ વધવાનું હોય તો શું N.D.R.F. કરેલ જોગવાઈ ઓ ખોટી છે ? સરકારી રેકોર્ડ માં જયરે ૧૫૦% કરતા વધારે વરસાદ નોંધ્યો છે. તો સરકાર આ નિર્યણ શા માટે નથી લેતી? શું સરકારી રેકર્ડ ના આકડા ઓ ખોટા છે. ? તેમના દ્વારા આરોપ લગાવાયો હતો કે, સરકાર ને ખેડૂતો ની મુશ્કેલીઓ દેખાતી નથી. અને મોરબી જીલ્લા ના ખેતી વિભાગ ના સરકારી અધિકારી સરકાર ને પણ ગાઠતા નથી તો આ અધિકારી ને કોનું પીઠ બળ છે. શું સરકાર એવું ઈચ્છે છે કે ખેડૂતો આંદોલન ના માર્ગે જાય? તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ ની ભગીની સંસ્થા કિશાન સંઘ પણ આ મામલે કેમ ચુપ છે.? મોરબી ના માજી ધારાસભ્ય તેમજ હાલ ના મંત્રી પણ કેમ ચુપ છે? ખેડૂતો માટે કોઈને રસ નથી કે શું? આ બધા પ્રશ્નો છે જ તો સરકાર આ બાબતે અંગત રસ લઈને યોગ્ય પગલાં લ્યે અને જો આવું નહિ કરવામાં આવે તો ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે. તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા પત્રમાં જણાવવામા આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!