ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી મોરબીના મહારાજા લખધીરજીના નામથી મોરબી સ્ટેટ દ્વારા જગ્યા દાનમાં આપીને એન્જીનીયરીંગ કોલેજ શરુ કરવામાં આવેલ લખધીરજી એન્જીનિયરિંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માંગ કરવામાં આવી છે.
ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનનાં ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, મોરબીના મહારાજા લખધીરજીના નામથી મોરબી સ્ટેટ દ્વારા જગ્યા દાનમાં આપીને એન્જીનીયરીંગ કોલેજે શરુ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ભારતમાં માત્ર દશ એન્જીનિયરિંગ કોલેજ જ હતી. જેમાંની આ મોરબીની L.E. collage છે. હાલમાં સરકાર દ્વારા પ્રાઇવેટ કોલેજોની આડેધડ મજુરીઓ આપવામાં આવતા અને સરકાર તરફથી આ કોલેજ પ્રત્યે બેધ્યાનપણું દાખવવાના કારણે હાલમાં વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં પૂરતા પ્રમાણમાં ફેકલ્ટી સ્ટાફની ભરતી ના કરવી, વિદ્યાર્થીઓને હોસ્ટેલ તેમજ અન્ય સુવિધાઓના મળવી વગેરે પ્રશ્નોને કારણે વિદ્યાર્થીઓ આ કોલેજમાં એડમિશન લેતા અચકાય છે, આ ખુબ જ જૂની, ખુબ જ મોટું કેમ્પસ અને સારું લોકેશન ધરાવતી કોલેજ હોવા છતાં સંખ્યામાં અને કોર્ષમાં ઘટાડાઓ આવ્યો છે. તેમાં પણ એડમીશનમાં જયારે ચોખ્ખું જણાવવામાં આવે કે, ગર્લ્સને હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે નહી. તમારે રહેવાની વ્યવસ્થા તમારી જાતે કરવી પડશે. તો કોણ એડમીશન લે? તો આ માટે આ બધી સુવિધાઓ પૂરી પાડવા મુખ્યમંત્રીને માંગ કરવામાં આવી છે.