Thursday, December 26, 2024
HomeGujaratગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવા મુખ્યમંત્રીને પત્ર લખાયો

ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવા મુખ્યમંત્રીને પત્ર લખાયો

ગુજરાત ખેડૂતો ખેતી ક્ષેત્રે ખુબ જ પરેશાન છે રોક્ડ્યા પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે. જેથી ખેડૂતો આર્થીક બેહાલ થઇ રહ્યા છે. જેથી તેઓને પણ અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના ગુજરાત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના ગુજરાત પ્રમુખ કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં અમુક વિસ્તારમાં સરકારની પરમીશનથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ વાતાવરણ મધ્યપ્રદેશના જેવું જ છે. જમીન પણ તે પ્રકારની જ છે. જેથી ગુજરાતમાં અફીણની ખેતી સમભાવ છે. તો ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી સરકારી દેખરેખ નીચે આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય. તેમ જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના ગુજરાત પ્રમુખ કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!