આઝાદી પછી મોરબી સ્ટેટ ઘણી બધી ઇમારતો પ્રજાના હીત માટે આપેલ છે. જે રાજવી પરીવારે આપેલ ઇમારતોમાંથી નામ ભુસાતા જાય છે. જેને લઈ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રાજવી પરિવારની યાદી ભુસાઇ નો જાય તેવી માંગણી કરવામાં આવી હતી.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આઝાદી પછી મોરબી સ્ટેટ ઘણી બધી ઇમારતો પ્રજાના હીત માટે આપેલ છે. જેવી કે એલ.ઇ. કોલેજ, નંદકુંવરબા ધર્મશાળા, નંદ કુંવરબા જનાના હોસ્પીટલ, મણીમંદિર, મહેન્દ્રસિંહજી હોસ્પીટલ, વી.સી. હાઇસ્કૂલ, મીડલ સ્કૂલ, તાલુકા શાળા સુરજબાગ, કેસરબાગ, ઝુલતો પુલ અને બાલ મંદિર આ બધી ઇમારત રાજવીની ભવ્ય ભાતીગળ સંસ્કૃતિ છે અને પ્રજાના હીત માટે આપેલ છે. જાણવા પ્રમાણે જો મોરબીની પ્રજાને એન્જીનીયરીંગ કોલેજ મળતી હોય તો મારો પેલેસ જે હાલે એલ.ઇ. કોલેજ છે જેતે સમયે ફર્નીચર સાથે આપેલ હવે જાણવા મળેલ છે કે ભવ્ય એલ.ઇ. કોલેજનું મકાન પાડીને નવું બનાવવા માંગે છે. મોરબી રાજવી પરીવારે ભવ્ય ભાતીગળ ઇમારતો છે તેના નામ ભુસીનાખવાના પ્રયત્ન થઇ રહયા હોય તેવે લાગે છે. મોરબી સ્ટેશન પાસે ભવ્ય નંદકુંવરબા ધર્મશાળા હતી તે તોડીને રેનબસેરા બનાવેલ છે. તેવી જ રીતે મહેન્દ્રસિંહજી હોસ્પીટલને ગાંઘી ચોકમાં શીપ કરીને સીવીલ હોસ્પીટલ બનાવેલ છે. જેને લઈ પ્રજાને અસંતોષ છે કે રાજવી પરીવારે આપેલ ઇમારતોમાંથી નામ ભુસાતા જાય છે. આજે પણ મોરબી સ્ટેટ માટે પ્રજાને આજે પણ પ્રેમ લાગણી અને ભાવના છે. દાખલા રૂપી વાઘજી બાપુના બાવલા પાસેથી આવતા જતા માણસો પગે લાગે છે અને માનતા કરે છે. મોરબીમાં ગમે ત્યારે આફત આવે પુર હોનારત, ધરતીકંપ, ઝુલતા પુલની દુર્ઘટના હોય રાજવી પરીવાર પોતાની પ્રજા માટે દુઃખમાં ઉભા રહી મદદ કરે છે. અને તેનો રાજધર્મ નીભાવે છે. ત્યારે જે ઇમારતોના નામ હતા તેજ રાખવા જેમ કે, સીવીલ હોસ્પીટલને મહેન્દ્રસિંહજી હોસ્પીટલ તેમાં જે જનાના હોસ્પીટલ છે તેનું નામ નંદકુંવરબા રાખવું રેઇન બસેરા જે બનાવેલ છે તેને નંદકુંવરબા રેઇન બસેરા રાખવું જે પુલ બનેલ છે તેને મયુર બ્રીજ નામ આપવુ અને સુરઝબાગ, કેસરબાગ જે બોર્ડ હતા તે ફરીથી મુકવા જોય પ્રજા સરકાર પાસે માંગણી કરે છે. તેમજ રાજવીની યાદી ભુસાઇ નો જાય તેવી માંગણી કરે છે. જો સરકાર આ પ્રમાણે કરશે તો પ્રજામાં અસંતોષ દુર થશે. તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.