Monday, January 13, 2025
HomeGujaratમોરબીના અવની ચોકડીએ ખાતમુહૂર્ત કરેલ કામ ચાલુ કરવા બાબતે નગરપાલિકાનાં ચીફ ઓફિસરને...

મોરબીના અવની ચોકડીએ ખાતમુહૂર્ત કરેલ કામ ચાલુ કરવા બાબતે નગરપાલિકાનાં ચીફ ઓફિસરને પત્ર લખાયો

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનનાં જનરલ સેક્રેટરી દ્વારા મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેઓએ અવની ચોકડીએ ખાતમુહૂર્ત કરેલ કામ ચાલુ કરવા અપીલ કરી હતી. તેમજ લોકોમાં ઉદ્ભવતા સવાલો ચીફ ઓફિસર સમક્ષ મુક્યા હતા.

- Advertisement -
- Advertisement -

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનનાં જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવા દ્વારા લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકાની હદમાં આવેલ અવની ચોકડી પાસે વરસાદના પાણીના નિકાલનો પ્રશ્ન ઉકેલવા માટે અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપ લાઈનનું કામ નગરપાલિકામાં મજુર થયેલ છે. તેવું જાણવામાં આવેલ છે. આ કામનું ખાતમુહૂર્ત મોરબીના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે. આ ખાતમુહૂર્તને ઘણો સમય થવા આવેલ છે. પરંતુ હજુ સુધી આ કામ ચાલુ કરવામાં આવેલ નથી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે, કોઈ પણ સરકારી કામ નું ખાતમૂહરત ક્યારે કરવામાં આવે છે.? ખાતમુહૂર્ત કર્યા પછી કેટલો સમય સુધીમાં કામ ચાલુ કરવાનો નિયમ હોય છે.? આ ખાતમુહૂર્તનો ખર્ચ ક્યાં હેડે ઉધારવામાં આવતો હોય છે.? મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષમાં આવા કેટલા ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે.? મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલ ખાતમુહૂર્ત માંહેના કેટલા કામ ચાલુ કરવામાં આવ્યા છે, અને તે માહેના કેટલા કામ પૂર્ણ થયા કેટલા હજુ ચાલુ  છે, અને કેટલા ચાલુ કરવાના પણ બાકી છે.? આ અવની ચોકડીના જે કામનું ખાતમુહૂર્ત કરેલ છે તે ક્યારે ચાલુ કરવામાં  આવશે.? આ કામની એજન્સીને આપેલ વર્કઓડરની નકલ પણ આપશો જી. આ કામની સમય મર્યાદા કેટલી છે.? આ કામમાં વપરાનાર પાઈપમાં કેટલા પાણીનો જથો વાહન કરવાની ક્ષમતા હશે ? જો કોન્ટ્રકાટર સમય મર્યાદામાં કામ નો કરે તો નગરપાલિકા તેને કેટલો દંડ કરી શકે તેની મહાત્મ મર્યાદા કેટલી. અન્ય શું પગલા લઈ શકે? જો કામ ચાલુ નહોતું કરવાનું તો ખાતમુહૂર્ત વહેલું કરવાનું  કારણ શું? લોકોને મુર્ખ બનાવવા ? ચોમાસામાં લોકો ફરિયાદનો કરે તે માટે? લોકોની સુવિધા માટેના કામોમાં ખાતમુહૂર્ત કરીને પછી કામો ચાલુના કરવાના  કારણો શું? આમ જ જાહેરાતો કરીને લોકોને મુર્ખ બનાવવાની આવી કામગીરી ક્યાં સુધી ચાલુ  રહેશે.? લોકોના ટેક્ષના પૈસાથી થતા કામમાં રાજકીય માણસે માટે આવા દેખાડાના ખર્ચા શા માટે ? જવે પ્રશ્નોના જવાબો તાત્કાલિક આપવા તેમજ આ કામ પણ તાત્કાલિક ચાલુ કરવા અને સમય મર્યાદામાં પૂરું કરવા માટે માંગણી કરવામાં આવી છે. અને જો આમાં કોઈની પણ બેદરકારી હોય તો તે બેદરકારી  દાખવનાર જે પણ હોય તેની સામે કાયદેસર દંડાત્મક પગલા લેવા માંગણી પણ કરવામાં આવી છે. જો આવું કરવામાં નહી આવે અને આમજ લોકોને મુર્ખ બનાવવામાં આવશે તો ના છૂટકે લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનનાં જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસરને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!