મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જિલ્લાના વિકાસના ખાત મુહુર્ત કે લોકાર્પણ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોને આમંત્રણ મળે તે સ્વાભાવીક છે. પરંતુ રાજકીય પક્ષના પ્રમુખ અને મહામંત્રીને આમંત્રણ કાર્ડ માં નામ લખવામાં આવતા હોય તો વિરોધ પક્ષનાં નેતા અને મહામંત્રીના પણ છપાવવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જિલ્લાના વિકાસના ખાત મુહુર્ત કે લોકાર્પણ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોને આમંત્રણ મળે તે સ્વાભાવીક છે. પરંતુ રાજકીય પક્ષના પ્રમુખ અને મહામંત્રીને આમંત્રણ કાર્ડ માં નામ લખવામાં આવતા હોય તો વિરોધ પક્ષનાં નેતા અને મહામંત્રીના પણ છપાવવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે શાસક પક્ષના પ્રમુખ અને મહામંત્રીને જ બોલાવવા તેવો સરકારનો પરિપત્ર નથી. અને આવી ભુલો અવાર નવાર કરવામાં આવી છે. જો હવે આવી ભુલોનું પુનરાવર્તન કરવામાં આવશે તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેવો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવ્યો છે.