મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં આવેલ જર્જરિત ટાંકો તાત્કાલિક ધોરણે તોડી પાડવા કચ્છ-ભુજના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને પત્ર લખવામાં આવ્યો છે.
જાનકીબેન દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલ પાણીનો ટાંકો કે જે હાલ ખુબ જ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ ટાંકાની બાજુમાંથી સમગ્ર દિવસ દરમ્યાન ઘણા વાહનો અને રાહદારીઓ પગપાડા પણ કરે છે. જો આ ટાંકો કુરદતી રીતે તુટી પડે તો મોટી દુર્ગઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણમાં જોખમ છે અને પાણીની પણ મોટી અછત સજાર્ય તેમ છે. આ બાબતે ગ્રામજનો તરફથી અગાઉ પણ લગત કચેરી રજૂઆતો કરેલ છે અને કોઇ પરીણામ મળેલ નથી. જેથી અમારી આપને મહેન્દ્રનગરના ગ્રામજનો તરફથી તેમજ પ્રજાના ચુટાયેલા એક પ્રતિનિધી તરીકે આ ટાંકાને તાત્કાલીક અને યુધ્ધના ધોરણે તોડીપાડવા અને નવો ટાંકો બનાવવા માટે યોગ્ય કરવા નમ્ર વિનંતી સહ અંગત ભલામણ છે. તેમ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું.