ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી.બાવરવાએ મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેને પત્ર લખી દબાણ હટાવની કામગીરી નિષ્પક્ષ રીતે કરવા બાબત રજૂઆત કરી છે. તેમણે રજૂઆત કરતા જણાવ્યું છે કે દબાણ હટવું જોઈએ પરંતુ નાના, મોટા કે વાહલા દવલાની નીતિથી પર રહીને ખોટી રીતે દબાણ કરનાર કોઈ પણ ને ના છોડવા તેવી રજૂઆત કરાઈ છે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. જેને લઇને ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનમાં સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવા એ મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેને પત્ર લખી મોરબી માટે દબાણ હટાવવાની કામગીરી ખુબ જ જરૂરી છે જે કામગીરી બદલ ધન્યવાદ પાઠવ્યા પરંતું જે પણ કામગીરી થાય તે માટે નાના, મોટા કે વાહલા દવલાની નીતિ થી પર રહીને ખોટી રીતે દબાણ કરનાર કોઈપણ ને ના છોડવા તેવી રજૂઆત કરી હતી. તેમજ નિષ્પક્ષ અને નીડરતાથી જરૂર કામ કરશો તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ દબાણ હટાવતા નાના રેકડીવાળા, પાથરણાવાળા કે જે રોજનું રોજ પેટીયું રળતા હોય તેવા લોકો માટે પણ વિચાર કરવા રજૂઆત કરી છે. તેમના માટે વૈકલ્પિક જગ્યા તાત્કાલિક આપવા માંગણી કરી છે. જેથી તે લોકોની રોજી રોટીને અસર ન થાય. તેમજ શ્કાય મોલની સામે ફૂટપાથ પર અને રોડ ઉપર વાહનો પાર્ક કરેલા હોવાથી રસ્તે આવતા જતા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી તેવા લોકો સામે કડક હાથે કામ લેવા રજૂઆત કરાઈ છે. તેમજ સારી કામગીરી કરી ફરી મોરબીને પેરીસની ઓળખ પાછી અપાવશો તેવી મોરબીની પ્રજાને આશા વ્યક્ત કરી છે.