Wednesday, October 9, 2024
HomeGujaratભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચુવાળીયા કોળી સમાજના વ્યક્તિની નિમણુક કરવાની માંગ સાથે...

ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચુવાળીયા કોળી સમાજના વ્યક્તિની નિમણુક કરવાની માંગ સાથે પ્રધાનમંત્રીને પત્ર લખાયો

તાજેતરમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા ભાજપની ગઠબંધનવાળી સરકાર બનતા ત્રીજી વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારે ગુજરાતમાં 26 સીટની હેટ્રિકથી ભાજપ માત્ર એક સીટ માટે રહી ગઈ હતી આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ થવાની અટકળો તેજ બનતા ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સાથે મંત્રી મંડળમાં પણ ઘણા ફેરફાર થવાની સંભવના તેજ બની છે તેવામાં તાજેતરમાં જ મળેલ ભાજપની કારોબારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પણ પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવાના નિવેદનથી અટકળોને વેગ મળ્યો છે.

- Advertisement -
- Advertisement -

તેવામાં વિવિધ સમાજ પોતાના મતની ટકાવારી પ્રમાણે પદની માગણીઓ કરી રહ્યા ત્યારે ગુજરાતમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં બહોળી વસ્તી ધરાવતો હોય અને કાયમી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહી સ્થાનિક સ્વરાજની તેમજ લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતો રહ્યો છે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ચુવાળીયા કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે ઉપરાંત અનેક બેઠક પર ચુવાળીયા કોળી સમાજના મત નિર્ણાયક છે ગુજરાતમાં અટલો બહોળો સમાજ હોવા છતાં એક પણ ધારાસભ્ય ચુવાળીયા કોળી સમાજનો ન હોય તો પણ આ સમાજ હર હંમેશ પાર્ટીને વફાદાર રહી પાર્ટીને જીતાડવા મહેનત કરતો હોય ત્યારે સમાજની પક્ષ પ્રત્યેની વફાદારીના વળતર રૂપે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદ ચુવાળીયા કોળી સમાજને આપવાથી આ સમાજ ઉત્સાહ સાથે બમણી ઉર્જાથી પાર્ટી માટે કાર્ય કરશે જેનો સીધો ફાયદો ભાજપને ભવિષ્યમાં આવનાર ચૂંટણીમાં થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચુવાળીયા કોળી સમાજને પ્રભુત્વ આપવાની માંગણી અને લાગણી સાથે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!