મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના હરીપર કેરાળા નજીક આવેલ વ્રજ પેકેજીંગમાં લોડર ચાલકે જોયા વિના ચાલકે રિવર્સ લેતા ૧૨ વર્ષના બાળક પર લોડર ફરી વળ્યું હતું. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ અકસ્માતની સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઇ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના હરીપર કેરાળા નજીક આવેલ વ્રજ પેકેજીંગમાં પ્રિબેશ સિયાભાઈ રાણી (રહે મૂળ પાટણ જી.સાગર (એમપી)) નામની ૧૨ વર્ષનું બાળક રમી રહ્યો હતો. ત્યારે લોડર ચાલકે પાછળ જોયા વિના જ સીધું રિવેર્સ લેતા લોડર સ્ક્રેપ સાથે બાળક પર ચડાવી દીધું હતું. ત્યારે હ્રદય કંપાવી નાખે તેમ બાળક પર લોડર ચડી ગયું હોવાની ઘટના સસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સિરામિક યુનિટોમાં વાહનચાલકોની બેફિકરાઈના લીધે મોટી સંખ્યામાં અકસ્માતો સર્જાય છે. જેના કારણે કેટલાય શ્રમિક બાળકોના આ રીતે મોત નિપજી ચૂક્યા છે. શ્રમિક પરિવારના બાળકના મોતની કોઈ કીમત હોતી નથી તે રીતે સિરામિક એકમોમાં છેલ્લા એક વર્ષમાં જુદા જુદાં સાતથી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.