Sunday, November 24, 2024
HomeGujaratહળવદમાં આગામી ૨૬ જુલાઈના રોજ લોનમેળાનું આયોજન કરાયું

હળવદમાં આગામી ૨૬ જુલાઈના રોજ લોનમેળાનું આયોજન કરાયું

હળવદ પોલીસ દ્વારા આગામી ૨૬જુલાઈના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારના ૧૧ થી ૧ વાગ્યા સુધી સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન/ધિરાણ સરળતાથી મળી શકે તે માટે આગામી તા. ૨૬જુલાઈના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ, ખેડૂત મિટિંગ હોલ ખાતે સવારના ૧૧ થી ૧વાગ્યા સુધી લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોનમેળામાં રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધિઓ, જીલ્લા ઉધોગ કેન્દ્રનાં અધિકારી તથા તાલુકામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેનાર હોય જેથી હળવદ તાલુકાના જરૂરિયાતમંદ પ્રજાજનોને આ લોનમેળાનો લાભ લેવા હળવદ પોલીસ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!