હળવદમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં હળવદ શહેર ની ટ્રાફિક સમસ્યા તેમજ સ્કૂલની આજુ બાજુમાં બંપ મૂકવા બાબતે અને બેફામ ચાલતા ઓવેલોડ વાહનો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ હળવદમાં ગેરકાયદે સર માસ મટન વહેંચવા આવતા લોકો ને રોકવા માટે પણ જરૂરી ચરચાઓ કરવામાં આવી હતી.અને વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી.તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા મોહલ્લા કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત વિસ્તારની મુલાકાત લઈને સ્થાનિકો ની રજૂઆતો સાંભળી હતી.
આ લોકદરબારમાં હળવદ પીઆઈ,પીએસઆઈ તેમજ મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી,હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ,
વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઇ પટેલ,હળવદ એપીએમસી રજનીભાઇ સંધાણી,પુવ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને ગુજરાત પ્રદેશ બજરંગ સંયોજક ભાવેશભાઈ ઠકકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.